સ્વાઈન ફ્લુના કારણે અમદાવાદ અને અમરેલીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. આની સાથે જ મોતનાે આંકડો વધીને સત્તાવારરીતે 63 ઉપર પહાેંચી ગયો છે. આજે અમરેલી અને અમદાવાદમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. બીજી બાજુ કેસાેની સંખ્યા પણ સતત વધી રહી છે. નવા કેસની સાથે સ્વાઈન ફ્લુગ્રસ્ત કેસાેની સંખ્યા 1879 નાેંધાઈ ચુકી છે. 129 દદીૅઆે હજુ પણ સારવાર હેઠળ છે. છેલ્લા 5 દિવસના ગાળામાં સાૈથી વધારે દદીૅ કચ્છ જિલ્લામાં સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોપાેૅરેશન સહિતના વિસ્તારોમાં સ્વાઈન ફ્લુના કેસાે નાેંધાયા છે. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કેસાેની સંખ્યા વધુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશન વિસ્તારમાં એક વ્યક્તિના મોત સાથે મોતનાે આંકડો 21 ઉપર પહાેંચી ગયો છે જ્યારે કુલ કેસાેની સંખ્યા 695થી પણ ઉપર પહાેંચી ચુકી છે. આ વષેૅ જાન્યુઆરી બાદથી સ્વાઈન ફ્લુના દદીૅઆેની સંખ્યા ઉલ્લેખનીયરીતે વધી છે. હજુ સુધી 1687 દદીૅઆેને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં વિવિધ હોÂસ્પટલમાં સ્વાઈન ફ્લુના દદીૅઆે માટે વિશેષ વ્યવસ્થા ગાેઠવવામાં આવી છે. 1687 દદીૅઆેને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વષેૅ સિવિલ હોÂસ્પટલના કર્મચારીઆેની રજા પણ રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઆેએ મોટી સંખ્યામાં દદીૅઆેને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. 129 દદીૅઆે રાજ્યની જુદી જુદી હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. મોતનાે આંકડો પણ દરરોજ દદીૅઆેના મોતથી રોકેટગતિએ વધી રહ્યાાે છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં સÃટેમ્બર અને આેક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લુના સાૈથી વધુ કેસાે નાેંધાયા છે. પહેલી સÃટેમ્બરથી હજુ સુધી દદીૅઆેની સંખ્યા 1879 સુધી પહાેંચી છે. આજે તમામ વધુ ઉમેરો થયો હતાે. એકલા અમદાવાદ મનપા ક્ષેત્રમાં વધુ એક કેસ નાેંધાતા કેસાેની સંખ્યા 695થી વધુ થઈ ચુકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશન સહિત સંબંધિત વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના કેસાે નાેંધાઈ રહ્યાા છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનાે આંકડો 82 ઉપર પહાેંચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં 695થી વધુ કેસ નાેંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનાે આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લુના કેસાેની સંખ્યા હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યાા છે.

Go to Source
Author: kashyap