ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં સાેમવારના દિવસે ગાૈહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસાના એક દિવસ બાદ આજે પણ સ્થિતી વિસ્ફોટક રહી હતી. બીજી બાજુ પાેલીસ દ્વારા વ્યાપક દરોડાનાે દોર જારી રાખવામાં આવ્યો છે. પાેલીસે તપાસને વધારે ઝડપી બનાવીને હજુ સુધી બે લોકોની ધરપકડ કરી છે. બીજી બાજુ હિંસાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં 87 લોકોના નામનાે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. જુદી જુદી ટીમો સક્રિય થઇ છે. પાેલીસે આજે કહ્યું હતું કે, છ ટીમો આરોપીઆેને પકડી પાડવા માટે તપાસ કરી રહી છે. આ મામલામાં મુખ્ય આરોપી તથા બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યાા છે. યોગેશ રાજ મુખ્ય આરોપી છે તેના ઉપર એફઆઈઆરમાં હિંસા ભડકાવવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. ઘટનાના ગાળા દરમિયાન સુબાેદકુમાર િંસહે તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે માન્યાે ન હતાે. આરોપીએ હિંસા ભડકાવી હતી. યોગેશ રાજને હજુ પકડી પાડવામાં આવ્યો નથી. યોગેશ રાજ પહેલા પ્રાઇવેટ નાેકરી કરતાે હતાે અને 2006માં યોગેશ બજરંગ દળમાં જિલ્લા સંયોજક બન્યાે હતાે. ત્યારબાદ તમામ કામમાં લાગી ગયો હતાે. યોગેશ સામે અગાઉ પણ તપાસ કરવામાં આવી ચુકી છે. વહીવટીતંત્ર દ્વારા જુદી જુદી ટીમો રોકીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં 27 લોકોના નામનાે ઉલ્લેખ છે જ્યારે અન્ય 60 લોકો વણઆેળખાયેલા લોકો પણ રહેલા છે. આ હિંસામાં પાેલીસ અધિકારી સુબાેધ કુમાર િંસહ શહીદ થયા હતા. વહીવટીતંત્ર દ્વારા હિંસામાં તપાસ કરવા માટે ખાસ તપાસ ટીમની રચના કરી છે.ગઇકાલે બુલન્દશહેરના સ્યાના ગામમાં હિંસા ભડકી ઉઠી હતી. સ્થાનિક દેખાવકારોની સાથે સાથે જમણેરી પાંખના લોકોએ ગાૈહત્યા સામે હિંસા ફેલાવીને વ્યાપક તાેડફોડ કરી હતી. બુલંદશહેર શહેરમાં પાટનગરથી 150 કિલોમીટરના અંતરે ચિંગરાવતી પાેલીસ આઉટ પાેસ્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતાે. પાેલીસ ચોકી પર વ્યાપક તાેડફોડ કરવામાં આવી હતી. પાેલીસ વાહનાેને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક સ્થિતિ સજાૅઈ ગઈ હતી. હિંસા બાદ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા મોડેથી ગાેઠવી દેવામાં આવી હતી. સ્યાના એક ગામના ખેતમાં ગાૈવંશ મળી આવ્યા બાદ લોકોએ હિંસા ફેલાવી હતી. પાેલીસ અને ભીડ આમને સામને આવી ગઈ હતી. પાેલીસે ગાૈહત્યાની આશંકામાં દેખાવ કરી રહેલા હજારો લોકોની ભીડને અલગ કરવા માટે ગાેળીબાર કયોૅ હતાે. ગેરકાયદે કતલખાનાની સામે દેખાવ કરી રહેલા લોકો અને પાેલીસ વચ્ચે અથડામણનાે દોર શરૂ થયો હતાે. કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે કેટલાક લોકોએ પાેલીસ ઉપર પથ્થરમારો કયોૅ હતાે. આ ગાળા દરમિયાન ગામવાળાઆે સાથે સંઘર્ષમાં ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. ટોળામાંથી કોઈ વ્યક્તિએ ગાેળીબાર પણ કયોૅ હતાે. જેમાં પાેલીસ ઈન્સ્પેક્ટર સુબાેધકુમાર િંસહને ઈજા થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સ્થળ ઉપર મોટી સંખ્યામાં પાેલીસ જવાનાેને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
હિંસા કેમ થઇ અને સુબાેધ કુમારને એકલા છોડીને બીજા કેમ ભાગી ગયા તેમાં પણ તપાસ કરવામાં આવનાર છે. સ્યાના હિંસામાં શહીદ થયેલા સુબાેધના પરિવારના સÇયો આઘાતમાં છે. તેમના મૃતદેહને તેમના વતન ખાતે લઇ જવામાં આવ્યા છે. બીજી બાજુ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હિંસા મામલે દુખની લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે સુબાેધ કુમારના પÂત્નને 40 લાખ અને તેમના માતાપિતાને 10 લાખ રૂપિયાની આ##352;થક સહાયતાની પણ જાહેરાત કરી છે. પરિવારના એક સÇયને નાેકરી આપવાની જાહેરાત પણ કરી છે.

Go to Source
Author: kashyap