કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની એક ખાસ અદાલત રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા સાૈરાબુદ્દીન અનવર શેખ, તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર મામલા અને કૌસરબી હત્યા મામલામાં 21મી ડિસેમ્બરના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. મામલામાં અંતિમ ચર્ચા 3જી ડિસેમ્બરના દિવસે શરૂ કરવામાં આવી હતી. સીબીઆઈની ખાસ અદાલતમાં સુનાવણી ચાલી હતી. સીબીઆઈના ખાસ ન્યાયાધીશ એસજે શમાૅની સમક્ષ પાંચમી ડિસેમ્બરના દિવસે સુનાવણી અને ચર્ચા પૂર્ણ કરી લેવામાં આવી હતી. વર્ષ 2005 દરમિયાન ગેંગસ્ટર સાેરાબુદ્દીન અને પ્રજાપતિને કથિત બનાવટી એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સાેરાબુદ્દીનના પÂત્ન કોસરબી લાપત્તા થવાને લઇને દેશભરમાં ખળભળાટ મચી ગયો હતાે. એવી દલીલ કરવામાં આવી હતી કે, સાેરાબુદ્દીનના સંબંધ આતંકવાદી સંગઠન લશ્કરે તાેઇબા સાથે હતા અને તે એક મહત્વપૂર્ણ નેતાની હત્યાના કાવતરામાં સામેલ હતાે. તત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મામલામાં કુલ 37 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2014માં 16 લોકોને નિદોૅષ છોડી મુકવામાં આવ્યા હતા. મુક્ત કરવામાં આવેલા લોકોમાં ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી અને હાલના ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાનના તત્કાલિન ગૃહમંત્રી જીસી કટારિયા, ગુજરાતના પૂર્વ પાેલીસ મહાનિદેશક ડીજી વણઝારા, આઈપીએસ અધિકારી એલકે અમીન અને અન્ય 12 પાેલીસ અધિકારીઆે સામેલ હતા. સુપ્રીમ કોર્ટના સÃટેમ્બર 2012ના એક આદેશ હેઠળ આ મામલાને ગુજરાતમાંથી ખસેડીને મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતાે. સાેરાબુદ્દીન કેસને લઇને ભારે ખળભળાટ રહ્યાાે હતાે. રાજકીય ગરમી જામી હતી. ભાજપના હાલના પ્રમુખ અમિત શાહ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સાેરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર મામલાના કારણે અનેક ટોચના પાેલીસ અધિકારીઆે સકંજામાં આવ્યા હતા. તેમને કાયદાકીય સકંજાનાે સામનાે લાંબા સમય સુધી કરવો પડâાે હતાે. આ મામલામાં નરેન્દ્ર મોદી ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપાે કરવામાં આવ્યા હતા. સાેરાબુદ્દીન કેસને લઇને હવે જાહેર કરવામાં આવનાર ચુકાદા ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અંતિમ ચર્ચા ત્રીજી ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યા બાદ બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. પાંચમી ડિસેમ્બરના દિવસે ચર્ચા પૂર્ણ કરી લેવામાં આવી હતી. દલીલોની સુનાવણી પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે ચુકાદો જાહેર કરાશે.

Go to Source
Author: kashyap