મેષ(Aries):

વ્યવસાયિકો માટે આજનો દિવસ લાભાદાયી છે તેવું ગણેશજી કહી રહ્યા છે. પરિવારનું આનંદદાયી વાતાવરણ તમારા મનને પ્રફુલ્લિત રાખવામાં મદદરૂપ થશે. ઘરમાં સુખદાયી ઘટના ઘટશે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. સામાજિક ક્ષેત્રમાં યશકીર્તિ મળશે. વેપારમાં ભાગીદારો સાથે તમારા સંબંધ પ્રેમભર્યા રહેશે.

વૃષભ(Taurus):

આજે બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીભર્યો સમય રહેશે. મનમાં ચિંતા રહેશે. પેટ સંબંધી રોગથી મન ચિંતિત રહેશે, પરંતુ મધ્યાહન પછી રોગમાં રાહતનો અનુભવ થશે. માનસિક રૂપથી તમે તંગ સ્થિતિમાં રાહતનો અનુભવ કરશો. આજે કાર્યની પ્રશંસા પ્રાપ્તીથી તમે ખુશ રહેશો.

મિથુન(Gemini):

આજે તમારી સ્ફૂર્તિમાં અભાવ રહેશે. પારિવારિક સભ્યો વચ્ચે તૂતૂ-મેંમેં થવાની સંભાવના છે. સ્થાવર મિલકત સંબંધી નિર્ણયોમાં સાવધાની રાખવી. આકસ્મિક ધન ખર્ચની સંભાવના છે. ઉગ્રતાપૂર્ણ બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની ગણેશજી સલાહ આપે છે.

કર્ક(Cancer):

કોઈ પણ કાર્યની અવિચારિતાપૂર્વક ન કરવાની ગણેશજી સલાહ આપે છે. તમારા સ્વજનો સાથે થયેલી મુલાકતથી આનંદ મળશે. તેમની સાથે પ્રેમપૂર્ણ સંબંધોથી તમારા આનંદમાં વૃદ્ધિ થશે. પ્રતિસ્પર્ધીયો સામે મનોબળપૂર્વક ટકી શકશો. મધ્યાહન બાદ કેટલીક પ્રતિકૂળ સ્થિતિ રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. માતાના સ્વાસ્થ્યને કારણે તમે ચિંતિત રહેશો.

સિંહ(Lio):

આજે બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થવાથી ચર્ચામાં ભાગ લઈ શકે છે પંરતુ વાદ-વિવાદ ટાળવો તેવું ગણેશજી કહે છે. પારિવારિક સભ્યો સાથે સારો સમય પસાર થશે. આર્થિક લાભ થવાની સંભાવના છે. પરંતુ મધ્યાહન બાદ ગણેશજી તમને સંભાળીને ચાલવાની સલાહ આપે છે. ભાઈઓ તરફથી લાભ થશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત થશે.

કન્યા (Virgo):

આજના દિવસે તમારી વાણીના પ્રભાવથી તમને લાભ થશે તેવું ગણેશજી કહે છે. જેનાથી અન્ય લોકો સાથેના સંબંધોમાં પ્રેમમાં વધારો થશે. આજે તમે પ્રવાસનું આયોજન કરી શકશો.વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને લાભ થશે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. આર્થિક લાભ થશે. વિદેશ વેપારથી લાભ થશે.

 તુલા(Libra):

ક્રોધને વશમાં રાખીને સ્વભાવને નરમ બનાવવાની કોશિશ કરવી. વાણી પર સંયમ રાખવો. કાયદા સાથે જોડાયેલી બાબતો અને નિર્ણયો સમજી-વિચારીને કરવા. શંકા હોય તો તેને દૂર કરવી. ખર્ચની માત્રા વધારે રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. મધ્યાહન બાદ તમને પ્રસન્નતાનો અનુભવ થશે. આર્થિક રૂપથી તમને લાભ થશે.

વૃશ્ચિક(Scorpio):

જીવનસાથી પ્રાપ્ત થવાથી આજે તમારો દિવસ શુભ છે તેવું ગણેશજી કહે છે. આવક અને વેપારમાં વૃદ્ધિના યોગ છે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો. મધ્યાહન બાદ સ્વભાવમાં ક્રોધ અને ઉગ્રતા વધશે તેવું ગણેશજી કહે છે. એટલા માટે કોઈની સાથે ઉગ્રતાપૂર્વક વ્યવહાર ન કરવો. મિત્રો સાથે મતભેદ થવાથી માનસિકરૂપથી તમે અસ્વસ્થ થઈ શકો છો.

ધન(Sagittarius):

ગણેશજીના આશીર્વાદ આજે તમારી યોજનાઓ સારી રીતે પૂર્ણ કરી શકશો. વ્યવસાયિક રૂપથી તમને સફળતા મળશે. ઓફિસના વાતાવરણમાં અનુકૂળતા રહેશે. પરિશ્રમ અનુસાર પ્રમોશન મળી શકે છે. પરિવારમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ રહેશે. મિત્રો સાથે થયેલી મુલાકાતથી મન પ્રફુલ્લિત રહેશે. પ્રવાસના યોગ છે. આજનો દિવસ ધનના લાભ માટે શુભ છે. સંતાનના વિષયમાં શુભ સમાચાર મળશે.

મકર(Capricorn):

આજે વિદેશ જવા ઈચ્છુક લોકોને સંભાવના વધી શકે છે તેવું ગણેશજી કહે છે. ધાર્મિક યાત્રાથી આજે તમે ધર્મિષ્ઠતાની અનુભુતી કરશો. પરિવારજનોમાં આનંદ-ઉલલાસનું વાતાવરણ રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રમોશનના યોગ છે. ઉચ્ચ અધિકારી તમારા પર પ્રસન્ન રહેશે. ધન સાથે સાથે માન-સમ્માનમાં વધારો થશે.

કુંભ(Aquarius):

નવા કાર્યનો પ્રારંભ આજે ન કરવાની ગણેશજી સલાહ આપે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારી વાણી પર સંયમ રાખવો આ ઉપરાંત કોઈની સાથે ઉગ્ર ચર્ચામાં ન પડવું. મધ્યાહન બાદ તમારી પ્રસન્નતામાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો દેખાઈ રહ્યો છે. ધાર્મિક કાર્ય તથા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. ભાઈ-બહેનો તરફથી લાભ થશે.

મીન(Pisces):

વેપારમાં ભાગીદારીથી તમને લાભ થશે તેવું ગણેશજી કહે છે. કોઈ મનોરંજન સ્થળ પર સ્નેહજનો સાથે સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત થશે. મધ્યાહન બાદ પરિસ્થિતિમાં પરિવર્તનનો અનુભવ કરશો. મધ્યાહન બાદ નવા કાર્યનો પ્રારંભ ન કરવો. પ્રવાસને ટાળવો. ગુસ્સા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે તકરાર થઈ શકે છે.

-બેજાન દારુવાલા

Go to Source
Author: