મેષ(Aries):

ગણેશજી કહે છે કે મની અસ્વસ્થતાને કારમે આજે તમે વ્યગ્ર રહેશો. શરીરમાં થાક અને આળસનો અનુભવ થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સાવધાની પૂર્વક કાર્ય કરવું. સંતાનોના વિષયમાં તમને ચિંતા રહેશે. આવશ્યક નિર્ણય લેવા માટે આજનો દિવસ યોગ્ય નથી. વેપારી વર્ગને વેપાર ધંધામાં મુશ્કેલી આવી શકે છે. નકારાત્મકતાને મહત્વન ન આપવું.

વૃષભ(Taurus):

પરિવારજનો સાથે સામાજિક કાર્યોમાં અથવા તો કોઈ પર્યટન-સ્થળ પર પ્રવાસનો આનંદ પ્રાપ્ત કરી શકશો. વેપારીગણને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. વેપારમાં વૃદ્ધિ સાથે સંબંધમાં વાતચીત થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં સફળતા અને યશ-કીર્તિ પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે.

મિથુન(Gemini):

કાર્ય-સફળતા અને યશ કીર્તિ પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ શુભ છે તેવું ગણેશજી કહે છે. પરિવારજનો સાથે તમે આનંદ-ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં સુખપૂર્વક સમય પસાર કરી શકશો. આર્થિક સફળતાની આજે સંભાવના છે. આવશ્યક વિષયો પાછળ ખર્ચ થશે. શારીરિક અને માનસિકરૂપથી સ્વસ્થતાનો અનુભવ થશે. અધૂરા કાર્યો પૂરા કરી શકશો.

કર્ક(Cancer):

શારીરિક શિથિલતા અને માનસિક વ્યગ્રતામાં આજનો દિવસ પસાર થશે તેવું ગણેશજી કહી રહ્યા છે. મિત્રો અને સંતાનોના વિષયમાં ચિંતા રહેશે. આકસ્મક ધનખર્ચના યોગ છે. વિવાદજનક પ્રસંગો આજે ટાળવા. સંભવ હોય તો પ્રવાસ ન કરવો. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

સિંહ(Lio):

આજે સાવધાની રાખવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. વાણી અને વર્તન પર સંયમ રાખવો. માતા સાથે વિવાદ થવાની સંભાવના છે. વૈચારિકરૂપથી નકારાત્મકતા તમારા મન પર રહી શકે છે. સ્થાયી સંપતિના દસ્તાવેજો પર હસ્તાક્ષર સાવધાનીપૂર્વક કરવા. પાણીથી દૂર રહેવું. સ્વાસ્થ્ય પ્રતિ આજે ખાસ ધ્યાન આપવું.

કન્યા (Virgo):

આજે શારીરિક પ્રફુલ્લિતા અને માનસિક પ્રસન્નતાનો અનુભવ થવાની મન શાંત રહેશે. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારજનો અને સ્નેહીજનો સાથે સંબંધોમાં મધુરતા રહેશે. તેમનો સહકાર પ્રાપ્ત થશે. ગૂઢ અને આધ્યાત્મિક વિષય બાબતે સિદ્ધિ પ્રાપ્ત થશે.

 તુલા(Libra):

મનમાં આજે દ્વિધામાં રહેવાને કારણે મહત્વના નિર્ણય નહીં લઈ શકો. આજે મહત્વના કાર્યની શરૂઆત માટે આજનો દિવસ ઊચિત નથી તેવું ગણેશજી કહે છે. વ્યવહારમાં તમારી ઝડતાને કારણે દુઃખ થવાની સંભાવના વધારે છે. વ્યવહારમાં જક્કી વ્યવહાર છોડવાથી પરિણામ સકારાત્મક આવશે. પરિવારજનો સાથે વાદ-વિવાદ ટાળવું. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. આર્થિક રૂપથી લાભ થશે.

વૃશ્ચિક(Scorpio):

આજે શારીરિક અને માનસિકરૂપથી તમને પ્રસન્નતાનો અનુભવ થશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાતથી આનંદ રહેશે. કોઈ રમણીય સ્થળ પર પ્રવાસ કે પર્યટન પર જવાની સંભાવના છે.

ધન(Sagittarius):

તમારી વાણી અને વર્તન પર આજે સંયમ ન રાખવાથી મુશ્કેલી ઊભી થવાની સંભાવના વધારે છે. ક્રોધ પર સંયમ નહીં રાખો તો વાદ-વિવાદ થવાની શક્યતા છે. માનસિકરૂપથી ચિંતા રહેશે. અકસ્માતથી સાવધાન રહેવું. આવકની અપેક્ષા ખર્ચ વધારે રહેશે. પરિવારજનો સાથે મતભેદ રહેશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. શાંતિ માટે ઈશ્વરની આરાધાના અને આધ્યાત્મિકતાથી મદદ મળશે.

મકર(Capricorn):

આજનો દિવસ લાભદાયી છે તેવું ગણેશજી કહે છે. સંબંધીઓ અને મિત્રો સાથે આનંદદાયી મુલાકાત થશે. લગ્નઈચ્છુકોને યોગ્ય પાત્ર મળવાની શક્યતા છે. વેપારની દ્રષ્ટિથી આજનો દિવસ લાભદાયી રહેશે. પ્રવાસ અથવા પર્યટન થશે તથા મિત્રો તરફથી ગિફ્ટ પ્રાપ્ત થશે. નવી વસ્તુઓની ખરીદી પાછળ ધન ખર્ચ થશે.

કુંભ(Aquarius):

ગણેશજી જણાવે છે કે આજનો દિવસ શુભ ફળદાયી છે. આજે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. પરિણામસ્વરૂપ આજે માનસિકરૂપથી પ્રફુલ્લિત રહેશો. નોકરીમાં ઉચ્ચઅધિકારીઓની પ્રસન્નતાને કારણે પ્રમોશના યોગ છે. વડિલોના આશીર્વાદ આજે તમારી સાથે છે. ધન પ્રાપ્તિના યોગ છે. ગૃહસ્થ જીવનમાં આનંદ પ્રાપ્ત થશે.

મીન(Pisces):

ગણેશજી આજે તમને વાણી અને વર્તનને સંયમિત રાખવાની સલાહ આપે છે. હિતશત્રુથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગૂઢ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સારો દિવસ છે. મધ્યાહન બાદ વિદેશમાં રહેતા મિત્ર તથા સ્નેહીજનોના સમાચાર મળશે. વ્યાવસાયિક સ્થળ પર સહકાર મળશે. કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડવાની ગણેશજી સલાહ આપે છે.

Go to Source
Author: