મેષ(Aries):

આજનો દિવસ પ્રારંભથી જ આનંદ-પ્રમોદમાં પસાર થશે. શારીરિક અને માનસિક આરોગ્ય સારું રહેશે. મધ્યાહન બાદ નવા કાર્યનો પ્રારંભ ન કરવાનું ગણેશજી કહી રહ્યા છે. વાણી અને વ્યવહાર પર સંયમ રાખવો. રાગ-દ્રેષથી દૂર રહેવું તથા દુશ્મનોથી ધ્યાન રાખીને ચાલવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સારો દિવસ છે.

વૃષભ(Taurus):

વ્યવસાયીઓને યશ અને સફળતા મળશે. સહકર્મચારીઓનો પૂર્ણ સહકાર તમને મળશે. આર્થિક લાભ પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધીઓને આશ્ચર્ય થશે. મધ્યાહન બાદ મનોરંજનની દુનિયામાં તમે જઈ શકશો. પ્રિયપાત્ર સાથે તમે સારો સમય પસાર કરી શકશો. નવા વસ્ત્ર અને ગૃહઉપયોહી વસ્તુઓ પાછળ ધન ખર્ચ થશે. માન-સમ્માન મળશે.

મિથુન(Gemini):

આજનો દિવસ બૌદ્ધિક કાર્ય અને ચર્ચામાં પસાર થશે. આજે તમારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મકશક્તિ સારી રહેશે. શારીરિક અને માનસિકરૂપથી સાવધાન રહેવું. મધ્યાહન બાદ વ્યાવસાયિક વર્ગને લાભ થવાની સંભાવના છે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ સામે વિજય થશે. સહકર્મચારીઓનો સહકાર મળશે તેવું ગણેશજી કહી રહ્યા છે.

કર્ક(Cancer):

હતાશા માનસિકરૂપથી અસ્વસ્થ બનશે. કોઈ કારણે શારીરિક રૂપથી અસ્વસ્થતાનો અનુભવ કરશો. પ્રવાસ માટે આજે અનુકૂળ દિવસ નથી. જમીન અને વાહન સાથે જોડાયેલી સમસ્યા સતાવશે. મધ્યાહન બાદ તમે સુખ-શાંતિનો અનુભવ કરશો. મિત્રો તરફથી સહકાર મળશે, શારીરિક સ્ફૂર્તિનો અનુભવ થશે. વધુ પડતા વિચારો તમારા મનને વિચલિત કરી શકે છે.

સિંહ(Lio):

આજે નાના પ્રવાસનું આયોજન થવાના સંકેત ગણેશજી આપી રહ્યા છે. વિદેશમાં રહેતા લોકો તરફથી સારા સમાચાર મળી શકે છે. ધન લાભ થશે. નવા કાર્ય માટે સારો સમય છે. રોકાણકારો માટે શુભ દિવસ છે. મધ્યાહન બાદ તમે વધારે સહનશીલ બનશો. માનસિક હતાશાનો અનુભવ કરશો. શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. પારિવારિક તથા જમીન-મિલકત સાથે જોડાયેલી મુશ્કેલી આવી શકે છે.

કન્યા (Virgo):

આજે મનમાં મુશ્કેલીભરી સ્થિતિ રહેશે એટલા માટે નવા કાર્યનો પ્રારંભ ન કરવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. વાણી પર સંયમ ન રહેતા મન દુઃખી રહી શકે છે. પરિવારજનો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે નહીં. મધ્યાહન બાદ તમારો સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. ભાઈ-બંધુઓ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે. બહાર જવા માટે સારો દિવસ છે. ભાગ્યવૃદ્ધિના સંકેત છે.

 તુલા(Libra):

ગણેશજી કહે છે કે આજે કળાત્મક અને સર્જનાત્મક શક્તિનું પ્રદર્શન કરી શકશો. શારીરિક અને માનસિક રૂપથી સંપૂર્ણ સ્વસ્થ્ય રહેશો. વૈચારિક દ્રઢતા અને સમતોલ વિધારધારાથી કાર્ય સંપન્ન કરી શકશો. વસ્ત્રાભૂષણ અને મનોરંજન પાછળ ધન ખર્ચ થશે. મધ્યાહન બાદ તમારું મન દ્રિધાપૂર્ણ સ્થિતિમાં રહેશે, જેના કારણે તમે નિર્ણય લેવામાં મુશ્કેલીનો અનુભવ કરશો. પરિવારજનો સાથે મતભેદ ટાળવો.

વૃશ્ચિક(Scorpio):

આજે ઉગ્ર અને અસંયમિત વ્યવહાર તમને મુશ્કેલીમાં નાંખી શકે છે. સંબંધીઓ સાથે અનિષ્ટ ઘટના બની શકે છે. પરંતુ મધ્યાહન બાદ શારીરિક, માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આર્થિક વિષયોનું યોગ્ય રીતે આયોજન કરી શકો છો. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.

ધન(Sagittarius):

વ્યાવસાયિક ક્ષેત્રમાં આજનો દિવસ લાભકારી દિવસ છે તેવું ગણેશજી કહી રહ્યા છે. પરિવાર-જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે. કાર્યમાં પ્રમોશન મળી શકે છે. મિત્રો સાથે બહાર જવાનો પ્લાન બનાવી શકશો. વેપારીવર્ગને પણ લાભ થશે. મધ્યાહન બાદ ગણેશજી સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની સલાહ આપી રહ્યા છે. વિચાર્યા વગરના કાર્યો અથવા વ્યવહાર તમને મુશ્કેલીમાં નાંખી શકે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં પોતાની ગરિમા પર ધ્યાન રાખવું. પોતાની વાણી પર સંયમ રાખવો.

મકર(Capricorn):

આજનો દિવસ ગૃહસ્થજીવની દ્રષ્ટિથી આનંદમય રહેશે. પરિવારજનો સાથે આનંદનું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં પ્રમોશનના યોગ છે. વ્યવસાયમાં અનુકૂળ વાતાવરણ રહેશે. સહકર્ચારીઓનો સહયોગ મળશે. મધ્યાહન બાદ મિત્રો સાથે મુલાકાત થશે અને કોઈ મનોહર સ્થળ પર જવાની સંભાવના છે. આવકમાં વધારો થવાના યોગ છે. વેપારી વર્ગને લાભ થશે.

કુંભ(Aquarius):

આજના દિવસે બૌદ્ધિક કાર્ય, નવસર્જન અને લેખન-પ્રવૃતિમાં તમને મુશ્કેલી રહેશે. નવા કાર્યનો આજથી પ્રારંભ કરવો. લાંબા પ્રવાસ અથવા ધાર્મિક યાત્રાનું આયોજન થવાની સંભાવના છે. વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મધ્યાહન બાદ પારિવારિક જીવનમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. માતા તરફથી લાભ થશે. ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે. સરકારી કાર્યમાં સફળતા મળશે.

મીન(Pisces):

ગણેશજી આજે તમને વાણી અને વર્તનને સંયમિત રાખવાની સલાહ આપે છે. હિતશત્રુથી સાવધાન રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગૂઢ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સારો દિવસ છે. મધ્યાહન બાદ વિદેશમાં રહેતા મિત્ર તથા સ્નેહીજનોના સમાચાર મળશે. વ્યાવસાયિક સ્થળ પર સહકાર મળશે. કોઈની સાથે વાદ-વિવાદમાં ન પડવાની ગણેશજી સલાહ આપે છે.

Go to Source
Author: