અમદાવાદ: પોલીસ લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાના ચકચારી બનાવમાં મહિલા તેમજ પીએસઆઇ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ફરિયાદ થઇ છે. પેપર લીક કરીને રાજ્યમાં ચકચાર મચાવી દેનાર આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો યશપાલસિંહ સોલંકી હોવાનો ઘસ્ફોટ થયો છે.

યશપાલ દિલ્હીથી આ પેપરની આન્સર કી લઈને આવ્યો હતો અને ઉમેદવારદીઠ પાંચ લાખ રૂપિયામાં વેચ્યું હતું. ગાંધીનગર પોલીસે આ મામલે ગાંધીનગરના પીએસઆઇ સહિત પાંચ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે બનાસકાંઠાના એદ્રાણાના ભાજપના અગ્રણી મુકેશ ચૌધરી, વાવના મનહર પટેલ તેમજ અરવલ્લીના અરજણ પટેલની ધરપકડ કરી છે.

ગઇ કાલે ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોકરક્ષક કૉન્સ્ટેબલની પરીક્ષાનું પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ્દ થતાંની સાથે ૯ લાખ જેટલા ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ ચકચારી ઘટનાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

પેપર લીક થવાના મામલે ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સીઆઇડીના એસપી વીરેન્દ્રસિંગ યાદવે સેકટર સાતમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગાંધીનગરમાં આવેલી શ્રીરામ હોસ્ટેલની રેક્ટર અને પરીક્ષાની ઉમેદવાર રૂપલ શર્માએ ગાંધીનગરમાં પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડના વાયરલેસ પીએસઆઈ ભરત બોરાણાને પરીક્ષાનું પેપર જવાબ સાથે વોટ્સઅેપમાં મોકલી આપ્યું હતું.

ભરત બોરાણાએ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયને પેપર ફોર્વડ હતું. વિકાસ સહાયે તપાસ કરતાં આ જવાબ સાચા હોવાનું બહાર આવ્યું હતું. ભરત બોરાણાને પેપર મોકલનાર રૂપલ શર્મા પોલીસે પૂછપરછ કરી હતી. રૂપલને પોલીસ સમક્ષ એવો ઘટસ્ફોટ કર્યો હતો અને પેપલ લીક થવાનો મામલો પૂર્વ આયો‌િજત કાવતરું છે.

રૂપલ શર્મા તેમજ ગાંધીનગર કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા વાયરલેસ પીએસઆઇ અને મુકેશ ચૌધરી ગાંધીનગરમાં ‌િમટિંગ કરી હતી, જેમાં જયેશ નામની વ્યકિત પાસેથી પેપરના જવાલ લેવાના હતા, બાયડના મનહર પટેલના આદેશથી જયેશ પરીક્ષાની વહેલી સવારે પેપરના જવાબ આપવા માટે આવવાનો હતો.

રૂપલે પોલીસ સમક્ષ આપેલા નિવેદન બાદ મનહર પટેલની પણ અટકાયત કરી હતી અને તેની સધન પૂછપરછ કરી હતી, જેમાં તેણે કબૂલાત કરી હતી કે લુણાવાડાના રહેવાસી યશપાલસિંહ સોલંકી નામના યુવકે તેને આ જવાબો આપ્યા હતા. ઉમેદવારદીઠ પાંચ લાખ રૂપિયામાં આ પેપર આપવાનું તેને કહ્યું હતું. યશપાલ પેપરનો જવાબ લેવા માટે દિલ્હી ગયો હતો જ્યાં તે જવાબ લઇને વડોદરા પહોંચ્યો હતો, જ્યાં તે મનહર પટેલને મળ્યો હતો.

આ ઘટનામાં ૩ ઓરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પાંચ પરીક્ષાર્થીઓની પણ અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપી યશપાલ સોલંકી મ્યુનિ. કૉર્પોરેશનમાં કૉન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે અને તે સેનેટરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે તો રૂપલ શર્મા ગાંધીનગરની શ્રીરામ હૉસ્ટેલની રેક્ટર છે અને તેણે અન્ય ઉમેદવારો માટે પેપરનો સોદો કર્યો હતો.

પીએસઆઈ પી.વી. પટેલ ગાંધીનગરમાં વાયરલેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે, જેમણે તેમના ભાણેજને પેપર આપ્યા હતા તો મનહર પટેલ યશપાલસિંહ સોલંકી તરફથી પેપર વેચવામાં મદદ કરતો હતો. બનાસકાંઠાના એદ્રાણાનો મુકેશ ચૌધરી પોતે પરીક્ષાર્થી હતો. મુકેશ ચૌધરી નાંદોત્રા સીટ પરથી ભાજપમાંથી ચૂંટાયેલો તાલુકા સભ્ય છે, જોકે આ ઘટનામાં નામ આવ્યા બાદ મુકેશ ચૌધરીને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું છે.

યશપાલસિંહ સોલંકી દિલ્હીથી આવ્યા બાદ પેપરના જવાબ આપ્યા હતા, જે સોશિયલ મી‌િડયામાં વાઈરલ થયા હતા. પેપર લીક કરનાર તમામ વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે, પરંતુ પેપર કેવી રીતે લીક થયું અને તેનો માસ્ટરમાઇન્ડ કોણ છે તે તપાસનો વિષય છે. પેપર લીક મામલે મોટાં માથાંની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતા છે.

The post લોકરક્ષક દળ પેપર લીકઃ મહિલા, પીએસઆઇ સહિત પાંચ નામ ખૂલ્યાં appeared first on Sambhaav News.

Go to Source
Author: divyesh