શિયાળાના દિનસમાં શારીરિકની સાથે-સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જેના માટે તમે રોજ સવારે પલાળેલી બદામ તો ખાઓ છો. પરંતુ શુ તમે ખસખસ અને બદામનું દૂધ પીઓ છો. જો ના તો હવે પીવાનું શરૂ કરી દો. કારણકે તેનાથી તમને એટલા બધા ફાયદા થઇ શકે છે. જે તમે લાઇફમાં ક્યારેય વિચાર્યું નહીં હોય. તો આવો જોઇએ ખસખસ બદામનું દૂધ પીવાથી તમારા સ્વાસ્થ્યને કયા કાય ફાયદાઓ થઇ શકે છે.

આ દૂધની સૌથી ખાસ વાત એ છે કે તે તમારા શરીરની સાથે સાથે મગજ માટે પણ ફાયદાકારક હોય છે. જે ન ફક્ત તમને તનાવ અને ડિપ્રેશનથી બચાવે છે. પરંતુ તમારા મગજની ક્ષમતામાં વધારો કરે છે.

તેમા ઓમેગા – 6 ફેટી એસિડ રહેલું છે. જેનાથી ન માત્ર શરીર મજબૂત થાય છે. પરંતુ તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે. તેમા કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3, પ્રોટીન, ફાઇબર, મેંગનીજ, થાયમિન સહિતના પોષક તત્વ એક સાથે પ્રાપ્ત થાય છે.

શરદીમાં થનારી કબજિયાતની સમસ્યા માટે ખસખસ બદામનું દૂધ બેસ્ટ ઉપાય છે. તેનાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. તેમા રહેલા પોટેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

The post ક્યારેય વિચાર્યું નહીં હોય, ખસખસ બદામનું દૂધ પીવાથી થશે આટલા બધા ફાયદા appeared first on Sandesh.

Go to Source
Author: bindiyavasitha