મેષ(Aries):

આજે ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળશે, આર્થિક લાભની સાથે-સાથે વેપારમાં સંતોષનો અનુભવ થશે. સમાજમાં માન વધશે. મિત્રો અને પરિવારના લોકોની સાથે પ્રવાસનું આયોજન થશે.

વૃષભ(Taurus):

આજે આકસ્મિક ખર્ચ થવાની સંભાવના છે, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે. મનમાં ઉચાટ રહેશે, પણ બપોર પછી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જોવા મળશે. આરોગ્યમાં સુધારો થશે. કાર્યમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે.

મિથુન(Gemini):

આજે તમારે જમીન અને મકાનના દસ્તાવેજોને લઈને સાવધાની રાખવી પડશે. પરિવારના લોકોની સાથે કોઈકારણ વિના તણાવ વધશે. સંતાનોના પ્રશ્ને ચિંતા જોવા મળશે. મિત્રોને મળવાથી આનંદ પ્રાપ્ત થશે. અભ્યાસમાં તકલીફ પડી શકે છે.

કર્ક(Cancer):

આજનો દિવસ આધ્યાત્મિક વિદ્યાઓમાં સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે. આજે તમારી તબિયત સારી રહેશે. તમે આજે વધારે પડતા લાગણીશીલ જોવા મળશો. બપોર બાદ મનમાં ચિંતા જોવા મળશે. ઉત્સાહનો અભાવ રહેશે. પરિવારજનો સાથે મતભેદ થશે. ધન ખર્ચ થશે.

સિંહ(Lio):

તમે આજે તમારી મધુરવાણી થકી કોઈપણ કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકો છો. પરિવારના લોકોની સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. આજે સમજ્યા-વિચાર્યા વિના નિર્ણય લેવો નહીં. મિત્રો અને સ્વજનોથી લાભ થશે. આજે વિરોધીઓ સામે તમે ટકી રહેશો.

કન્યા (Virgo):

આજે તમે તમારી વાણીના પ્રભાવથી પ્રેમભર્યા સંબંધો સ્થાપિત કરી શકશો. તમારી વૈચારિક સમૃધ્ધિ અન્ય લોકોને પ્રભાવિત કરશે. વેપારની દ્રષ્ટિએ આજનો તમારો દિવસ સારો રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે. આજે બૌધ્ધિક ચર્ચામાં વિવાદ ટાળવા અને તે વાતનો આનંદ લૂંટવો.

 તુલા(Libra):

આજે તમારે આકસ્મિક ખર્ચો કરવો નહીં. આજે મિત્રોની સાથે ઉગ્ર ચર્ચા અને ઝઘડા કરવા નહીં. કોર્ટના મુદ્દાથી દૂર રહેવું. આજે તમારે વાણીની મધુરતાથી લાભ અને આનંદ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક(Scorpio):

આજે અનેક ક્ષેત્રોમાં લાભ અને યશ પ્રાપ્ત થશે. ધનની પ્રાપ્તિ માટે આજનો યોગ સારો છે. મિત્રો પાછળ ધન ખર્ચ થશે. બહાર ફરવા જવા માટેનું આયોજન થશે. બપોર બાદ શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે. સ્વભાવમાં ક્રોધ જોવા મળશે.

ધન(Sagittarius):

આજનો તમારો દિવસ લાભદાયી રહેશે, ઘરમાં તેમજ વ્યવસાયમાં આનંદનું વાતાવરણ જોવા મળશે. શરીર સારું રહેશે. વેપારમાં લાભ થશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. આવક અને વેપારમાં વૃધ્ધિ થશે. રમણીય સ્થળે ફરવા જવાનું આયોજન થશે.

મકર(Capricorn):

વિદેશમાં રહેતા મિત્રો અને પરિવારજનો તરફથી સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત થશે. ધાર્મિક યાત્રાની સંભાવના છે. મનમાં રહેલી કાર્ય-યોજના પૂર્ણ થશે. વેપારી વર્ગને લાભ થશે.

કુંભ(Aquarius):

આજે ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. પરિવારના લોકોની સાથે વાદ-વિવાદમાં પડવું નહીં. બપોર બાદ સ્વજનો અને મિત્રોની સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. ધાર્મિક પ્રવાસ થશે. વિદેશથી સમાચાર આવશે.

મીન(Pisces):

દૈનિક કાર્યોમાં શાંતિ પ્રદાન થશે, મનોરંજનસ્થળ પર મિત્રો સાથે જવાનું આયોજન થશે. વેપારમાં ભાગીદારો સાથે વ્યવહાર સારો રહેશે, બપોર બાદ તબિયત બગડશે. વાણી પર સંયમ રાખજો. આર્થિક વ્યય થવાની સંભાવના છે. પાણીથી આજે દૂર રહેવું.

-બેજાન દારુવાલા

Go to Source
Author: