મેષ(Aries):

નવા કાર્ય કરવા માટે ગણેશજી તમને સલાહ આપે છે. ગૂઢ વિદ્યા તથા રહસ્યમય વિષયોમાં રસ રહેશે. તમારી વાણી અને વ્યવહારને સંયમિત રાખવો. મધ્યાહન બાદ નવા કાર્યનો પ્રારંભ કરવો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યાવસાયિક સ્થળ પર ધ્યાન રાખવું. સહકર્મચારીઓનો સહકાર મળશે.

વૃષભ(Taurus):

દિવસનો પ્રારંભ આજે આનંદપ્રમોદ અને મિત્રો સાથે મુલાકાત થશે. અન્ય વ્યક્તિઓ જીવનમાં આવશે. પર્યટનના પ્રવાસનું આયોજન થઈ શકે છે. મધ્યાહન બાદ સાવધાની રાખવાની ગણેશજી સલાહ આપી રહી છે. આજે તમારી ભાષાનો દુરઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મિથુન(Gemini):

આજે તમારો દિવસ મનોરંજનપ્રદ અને આનંદથી ભરેલો રહેશે તેવું ગણેશજી કહે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ઓફિસમાં સહકારપૂર્ણ વાતાવરણ રહેશે. મિત્રો સાથે પર્યટન સ્થળ પર જવાનું આયોજન થશે. સારું ભોજન પ્રાપ્ત થશે.

કર્ક(Cancer):

પ્રતિકૂળતામાં આજે તમે પરિશ્રમપૂર્વક કાર્ય કરી શકશો. આરોગ્ય વિષયમાં મુશ્કેલી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે પરંતુ મધ્યાહન બાદ પરિસ્થિતિ વધારે અનુકૂળ બનશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ઓફિસમાં સહકારનું વાતાવરણ રહેશે. અધૂરા કાર્યો પૂરા કરી શકશો.

સિંહ(Lio):

આજનો દિવસ ધ્યાનથી પસાર કરવો તેવું ગણેશજી કહે છે. માનસિકરૂપથી તણાવ રહેશે. શારીરિકરૂપથી કેટલીક અસ્વસ્થતાનો અનુભવ થશે. સાથે સાથે પરિવારજનો સાથે માથાકૂટ થઈ શકે છે. આવા સમયે સંયમ રાખવો. ધન-કીર્તિનું નુકસાન થશે. સંતાનોના વિષયમાં ચિંતા રહેશે. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.

કન્યા (Virgo):

આજે લાભ અને ભાગ્યવૃદ્ધિના યોગ છે તેવું ગણેશજી કહે છે. બંધુ-સ્વજનોથી લાભ થશે. સંબંધોમાં પ્રેમ અને સન્માનની પ્રાપ્તી થશે. પરંતુ મધ્યાહન બાદ ચિંતા રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. સંબંધીઓ સાથે મતભેદના પ્રસંગ બની શકે છે. માતાનું સ્વાસ્થ્ય બગડવાની સંભાવના છે.

 તુલા(Libra):

શારીરિક અને માનસિક રૂપથી સ્વાસ્થ્ય બગડી શકે છે. પારિવારિક ઝઘડામાં વાણી પર સંયમ રાખવો. નકારાત્મક માનસિકતા ન રાખવી. ઘરના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. મધ્યાહન બાદ તમારા મનમાં ગ્લાનિ રહેશે. નવા કાર્ય કરવા માટે સારો સમય છે. પ્રતિસ્પર્ધિઓ સમક્ષ વિજય પ્રાપ્ત થશે.

વૃશ્ચિક(Scorpio):

આજનો દિવસ મધ્યમફળદાયી રહેશે તેવું ગણેશજી કહે છે. સુખ અને સંતોષનો અનુભવ થશે. પરિવારજનો સાથે આનંદપૂર્ણ દિવસ સંપન્ન થશે. આજે શુભ સમાચાર મળશે. મધ્યાહન બાદ પરિવારમાં ઝઘડાનું વાતાવરણ રહેશે, એટલા માટે ભ્રાંતિ દૂર રહેવું. અનાવશ્યક ખર્ચ પર સંયમ રાખવો. શારીરિક સ્વાસ્થ્ય બગડશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવશે.

ધન(Sagittarius):

આજનો દિવસ દુર્ઘટના અને ઓપરેશનમાં ધ્યાન રાખવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. આનંદ-પ્રમોદ પાછળ વધારે ખર્ચ થશે. સ્વભાવમાં ઉગ્રતા રહેશે. સંબંધીઓ સાથે ગંભીર ઘટના બની શકે છે. મધ્યાહન બાદ શારીરિક અને માનસિક પ્રસન્નતા અને સ્વસ્થતાની પ્રાપ્તી થશે. મિત્રો, સ્વજનો તરફથી ઉપહાર મળશે. પરિવારનું વાતાવરણ પ્રસન્નતા ભરેલું રહેશે.

મકર(Capricorn):

આજનો દિવસ વેપાર-ઉદ્યોગ અને વ્યાવસાયિકો માટે લાભદાયી છે તેવું ગણેશજી કહે છે. પુત્ર અને પત્ની તરફથી લાભ થશે. સાંસારિક જીવનમાં સુખદ પ્રસંગ બનશે. મધ્યાહન બાદ માનસિક અશાંતિ અને ખરાબ સ્વભાવ તમને અશાંત કરી શકે છે. વાતચીત કરતી વખતે ધ્યાન રાખવું. માન-હાનિ થવાની સંભાવના છે.

કુંભ(Aquarius):

આજનો દિવસ લાભકારી છે તેવું ગણેશજી કહે છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને લાભની પ્રાપ્તિ થશે. સન્માનિત થશો. વ્યવસાય વેપારમાં લાભ થશે. ઉચ્ચ અધિકારી તથા ઉપરી તમારા પર ખુશ રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આવકમાં વધારો થશે. સંતાનોના વિષયમાં સારા સમાચાર મળશે.

મીન(Pisces):

બૌદ્ધિક તથા તેના સંબંધિત લેખન કાર્યમાં તમે સક્રિય રહેશો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા પ્રવાસ તથા ધાર્મિક યાત્રાના યોગ છે. વિદેશમાં રહેલા મિત્ર તથા સ્નેહીજનો સાથે વાતચીત થશે. શરીરમાં આળસ અને થાકનો અનુભવ થશે. અડચણો વગર તમે કાર્ય પૂર્ણ કરી શકશો. ધનલાભના યોગ છે.

-બેજાન દારુવાલા

Go to Source
Author: