ઝારખંડના જામવાડા જિલ્લાનો બનાવ

ઝારખંડ: ઝારખંડના જામવાડા જિલ્લામાં એક મહિલા પર તેના પૂર્વ પતિએ પોતાના બે મિત્રો સાથે મળીને દુષ્કર્મ કર્યું. તે પછી મહિલાના ગુપ્તાંગમાં ડંડો નાખી દીધો. સારવાર દરમિયાન પીડિતાનું મોત થઈ ગયું.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

પૂર્વ પતિ મહિલાને ઉઠાવીને નજીકના ખેતરમાં લઈ ગયો

પોલીસે જણાવ્યું કે, જામવાડાના ઉદયપુર ગામમાં આ ઘટના બની. પોલીસે આરોપી પૂર્વ પતિ ઉદયની ધરપકડ કરી લીધી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મહિલા પબિયામાં આયોજિત કાલી પૂજાના પ્રસંગે યોજાતી સંથાલી યાત્રા જોવા ગઈ હતી. જ્યાં તેનો પૂર્વ પતિ પણ આવ્યો હતો. તે પોતાના મિત્રો સાથે મળીને જબરજસ્તી મહિલાને ઉઠાવી નજીકના ખેતરમાં લઈ ગયો, જ્યાં રેપની ઘટનાને અંજામ આપ્યો અને તેના ગુપ્તાંગમાં દંડાથી ઈજા પહોંચાડી.

મહિલાને બેભાન છોડીને આરોપીઓ નાસી ગયા

મહિલા બેભાન થઈ ગયા બાદ બધા આરોપીઓ તેને ત્યાં છોડીને જતા રહ્યા. સવારે લોકોએ જ્યારે મહિલાને કણસતી જોઈ તો તેને સારવાર માટે નજીકની સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ ગયા. ત્યાંથી મહિલાને જામવાડાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. પરંતુ મહિલાને હોસ્પિટલ પહોંચાડાઈ ત્યા સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

મોત પહેલા મહિલાએ આપ્યું પૂર્વ પતિનું નામ

પોલીસે જણાવ્યું કે, મહિલાએ મોત પહેલા તેની સાથે બનેલી ઘટનામાં તેનો પૂર્વ પતિ અને તેના બે સાથીદારો સામેલ હોવાનું જણાવ્યું હતું.

Go to Source
Author: