‘બાહુબલી’ ફેમ અનુષ્કા શેટ્ટી 7 નવેમ્બરનાં રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ‘બાહુબલી: ધ કન્ક્લૂઝન’ દ્વારા એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી ના ફક્ત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરંતુ દુનિયાભરમાં છવાઈ ગઈ છે. અનુષ્કા શેટ્ટી 37 વર્ષની થઈ ચુકી છે. અનુષ્કા શેટ્ટીએ બેંગલુરૂમાં અભ્યાસ કર્યો હતો. અનુષ્કાએ વર્ષ 2005માં તેલુગૂમાં ફિલ્મ ‘સુપર’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે નાગાર્જુન અને આયશા ટાકિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તે સપોર્ટિંગ પાત્રમાં હતી. આમાં તેના કામને ઘણું જ વખાણવામાં આવ્યું હતુ.

બાહુબલીથી અનુષ્કાએ વિશ્વ સ્તર પર પોતાની ઓળખ બનાવી હતી. ‘બાહુબલી’ ઉપરાંત અનુષ્કાએ ‘મગધીરા’, ‘રૂદ્રમાદેવી’, ‘વેદમ’, ‘અરૂંધતિ’ અને ‘સિંઘમ’ ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત અનુષ્કાને લગ્ઝરી કારનો શોખ છે. એટલું જ નહીં તેણે તેના ડ્રાઇવરનાં કામથી ખુશ થઈને તેને 12 લાખની કાર ગિફ્ટ આપી દીધી હતી. અનુષ્કાની કમાણીની વાત કરીએ તો ફિલ્મો ઉપરાંત તે ઘણી બ્રાંડેડ કંપનીઓની બ્રાંડ એમ્બેસડર છે. અનુષ્કાએ ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું છે. અનુષ્કા એમબીએસ જ્વેલર્સ, ધ ચેન્નાઇ સિલ્ક, ઇંટેક્સ મોબાઇલ, કૉલગેટ અને ડાબર આંબલા જેવી એડમાં કામ કર્યું છે.

અનુષ્કા શેટ્ટી પાસે 140 કરોડની પ્રોપર્ટી છે. તેનું ઘર હૈદરાબાદનાં પોશ વિસ્તાર જુબલી હિલ્સ સ્થિત વુડ્સ અપાર્ટમેન્ટનાં છઠ્ઠા માળે છે. તે એક ફિલ્મનાં 4થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ સાથે તેનું નામ જોડાયું હતુ, પરંતુ પ્રભાસે કહ્યું હતુ કે તેઓ બંને બાળપણથી દોસ્ત છે. બંનેનાં પરિવાર ફેમિલી ફ્રેન્ડ્સ છે.

The post ‘બાહુબલી’ની ‘દેવસેના’ પાસે છે કરોડોની સંપતિ, જાણો તેના વિશે આ ખાસ વાતો appeared first on Sandesh.

Go to Source
Author: Manoj Sehgal