સરકારનો વધુ એક કમાઉ દીકરો નવરો થઈ ગયો

મહાનગર ટેલિફોન નિમગ લિમિટેડ (MTNL) એક સમયે કેન્દ્ર સરકારની નવરત્ન કંપની હતી, પણ હલે તેની પાસે કર્મચારીઓને સેલેરી આપવાના પણ પૈસા નથી. આર્થિક તંગીના કારણે MTNL કર્મચારીઓની નવેમ્બરની સેલેરી અટકી ગઈ છે. વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ત્રિમાહીના અંત સુધી MTNLનું કુલ દેવું વધીને 19 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. કંપનીને બીજા ક્વાર્ટરમાં 859 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે આ વર્ષે 31 માર્ટ સુધી સંચિત નુકસાન 2936 કરોડ રૂપિયા હતા.

એર ઈન્ડિયા જેવી જ છે MTNLની હાલત

ટેલિકૉમ કંપનીની હાલત લગભગ એર ઈન્ડિયા જેવી થઈ ગઈ છે, જેના પર 52 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. એર ઈન્ડિયાને પોતાના કર્મચારીઓને મે અને જુલાઈની સેલેરી આપવા માટે સંઘર્ષ કરવો પડ્યો. જુલાઈની સેલેરી ઑગસ્ટના બીજા સપ્તાહમાં મળી, જ્યારે તેને કેન્દ્ર તરફથી 980 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું. MTNLના ડેપ્યુટી જનરલ મેનેજર, બેંકિંગ અને બજટે 28 નવેમ્બર મુંબઈ અને દિલ્હી સર્કલના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર્સને લખ્યું કે, ‘ફંડની ઉણપને કારણે, બેંકો નવેમ્બર 2018ની સેલેરી રિલીઝ કરવાની ના પાડવામાં આવી છે.’

200 કરોડ રૂપિયા માસિક સેલેરી બિલ

MTNLના નૉન-પ્રોડક્ટિવ કર્મચારીઓની સંખ્યા બહુ વધારે છે. રેવેન્યૂનો 92.2 ટકા હિસ્સો કર્મચારીઓની સેલેરી પર ખર્ચાઈ જાય છે. MTNL પાસે કુલ 45 હજાર કર્મચારીઓ છે. આમાંથી 20 હજાર માત્ર મુંબઈમાં જ છે. જેમનું માસિક સેલેરી બિલ 200 કરોડ રૂપિયા છે. MTNLના ઑડિટર્સનું કહેવું છે કે, કંપનીનું નેટવર્થ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું છે. કંપનીનું રેવેન્યૂ 2004માં 4921.55 કરોડ રૂપિયા હતું જે માર્ચ 2018માં ઘટીને 2371.91 કરોડ રૂપિયા થઈ ગયું છે.

કેમ થઈ આવી હાલત?

MTNLની સ્થિતિ પ્રાઈવેટ કંપનીઓના ઉત્થાનની સાથે બગડતી દઈ. બ્રોકરેડ હાઉસ ચૉઈસ બ્રોકિંગના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ રાજનાથ યાદવ કહે છે કે, આનું મુખ્ય કારણ તેનો અભિગમ છે. જ્યારે પ્રાઈવેટ ટેલિકૉમ ગ્રાહકોને અઢળક ઑફર્સ આપીને અને લેટેસ્ટ ટેક્નોલૉજીમાં રોકાણ દ્વારા આક્રમક રૂપથી પ્રસાર કરી રહી હતી ત્યારે MTNLએ કસ્ટમર બેઝ બચાવવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી. તે કહે છે કે, જ્યાં સુધી સરકાર કેશ ન આપે, રણનૈતિક રોકાણકાર ન લાવે અથવા BSNLની સાથે તેનું મર્જર ન કરી દે, સ્થિતિ ચિંતાજનક જ રહેશે.

Go to Source
Author: