ભારત માટે અંતિમ વખતે 2011માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ફાસ્ટ બોલર મુનાફ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. મુનાફ પટેલ 2011માં વર્લ્ડ કપ જીતનારા ભારતીય ટીમનો એક ખેલાડી છે. મુનાફ પટેલે ભારતને જીત અપાવામાં એક મહત્વની ભૂમિકા અદા કરી હતી.

ત્યારબાદ ખરાબ ફિટનેસને લઇને સતત ટીમમાંથી બહાર રહેતા ટીમમાં વાપસી કરવાનું મુશ્કેલ બની ગયું હતું. મુનાફ પટેલનો જન્મ ભરૂચના ઇકહર ગામમાં 12 જુલાઇ 1983માં થયો. મુનાફ પટેલે ઇંગ્લેન્ડ વિરુધ્ધ 2006માં ડેબ્યું કર્યું હતું. મુનાફ પટેલે તેની પહેલી મેચમાં જ 97 રન આપી 7 વિકેટ ઝડપી હતી.

પોતાની કેરિયરની શરૂઆતમાં મુનાફ 145થી વધારેની ઝડપથી બોલ નાંખતો હતો. મુનાફ પટેલે 2011 વર્લ્ડકપમાં ઝહીર ખાન તેમજ યુવરાજ સિંહ પછી સૌથી વધુ વિકેટ ઝડપી હતી. મુનાફ પટેલની યાદગાર ઇનિંગ્સમાં 2011ની સેમિફાઇનલમાં પાકિસ્તાન વિરુધ્ધ તેણે 40 રન આપી બે વિકેટ ઝડપી હતી.

મુનાફ પટેલે તેની અંતિમ ટેસ્ટ જુલાઇ 2011માં વેસ્ટ ઇન્ડિંઝ સામે રમી હતી. જ્યારે વન ડે પણ 2011માં ઇંગ્લેન્ડ સામે રમી હતી. મુનાફ પટેલે ભારત માટે બે વર્લ્ડ કપ રમ્યાં છે.

મુનાફ પટેલે ભારત માટે 13 ટેસ્ટ મેચમાં 35, 70 વન ડેમાં 86 અને 3 ટી-20 મેચમાં 4 વિકેટ પ્રાપ્ત કરી છે. મુનાફ પટેલે કહ્યું કે હું જે ખેલાડીઓ સાથે રમતો હતો તે બધાએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

The post 2011 વર્લ્ડ કપ ટીમના ખેલાડી મુનાફ પટેલે નિવૃત્તિ જાહેર કરી appeared first on Sambhaav News.

Go to Source
Author: divyesh