ઉદયપુરમાં પ્રી વેડિંગ

ઉદયપુરઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની ઉદયપુરમાં પ્રી વેડિંગ પાર્ટી ચાલી રહી છે. દેશ-વિદેશમાં સેંકડો મહેમાનોએ હાજરી આપી છે. જેમાં અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને સાઉદીના તેલ મંત્રી ખાલિદ અલ ફલીહ પણનો પણ સમાવેશ થાય છે.

નીતા અંબાણીએ કર્યો ડાન્સ

ઉદયપુરના આલીશાન ધ ઓબરૉય ઉદયવિલાસ હોટલથી પ્રી વેડિંગ પાર્ટીના ફોટો અને વીડિયો સામે આવવા લાગ્યા છે. ઈશાની માતા નીતા અંબાણીના ડાન્સનો વીડિયો ખૂબ શેર થઈ રહ્યો છે. આ ઉપરાંત નીતા અંબાણી અને મુકેશ અંબાણીના દ્વાર હિલેરી ક્લિન્ટનના સ્વાગતનો વીડિયો પણ શેર કર્યો છે.

મહેમાનોનું કર્યું હતું સ્વાગત

પિચોલા તળાવના કિનારે શ્રીનાથજીની 35 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. પાર્ટીની શરૂઆત શ્રીનાથજીની આરતી સાથે થાય છે. ઈશા અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં થશે.

Go to Source
Author: