રાજકોટઃ આજે દિવાળીનાં પર્વને દિવસે ઠેર-ઠેર વેપારીઓ દ્વારા ચોપડાઓનું પૂજન કરવામાં આવે છે. ત્યારે મહત્વનું છે કે આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનાં મંદિરોમાં પણ ઠેર-ઠેર ચોપડા પૂજન કરવામાં આવ્યું. ત્યારે મહત્વનું છે કે રાજકોટનાં જ સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયાં હતાં.

જેઓનાં દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું ને સાથે સાથે આ પૂજનમાં આ વખતે આધુનિક પૂજન પણ કરવામાં આવ્યું હતું કે જેમાં ચોપડાની સાથે સાથે લેપટોપનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. જે વેળાએ અનેક સંતોની સાથે તેઓની હાજરીમાં જ હરિભક્તોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ચોપડાપૂજન અને લેપટોપનું પૂજન કર્યું હતું. આ પૂજનમાં અનેક હરિભક્તોમાં વેપારીઓ તેમજ મોટા મોટા ઉદ્યોગકારો હાજર રહ્યાં હતાં.

The post સ્વામિનારાયણ મંદિર ખાતે રાજકોટમાં હરિભક્તોએ ચોપડા સહિત લેપટોપનું કર્યું પૂજન appeared first on Sambhaav News.

Go to Source
Author: Dhruv Brahmbhatt