બે ટાઇમ ખાવાના સાંસાં પડતા હતા આજે…

લગ્નમાં ગીતો ગાઇ પોતાનું અને પરિવારનું જીવન ચલાવી રહેલા નઝીર ખાન આજે પંજાબના કરોડપતિઓના લિસ્ટમાં સામેલ છે. પંજાબના માનસા ગામના રહેવાસી ગરીબ નઝીર ની કિસ્મત દિવાળીના દિવસે બદલાઇ ગઇ. પંજાબ સરકારે દિવાળાના અવસરે દિવાળી બંપર લોટરી ખોલી હતી અને નઝીર તે લકી ડ્રોનો વિજેતા બન્યો. આ વાત છેલ્લા વર્ષના દિવાળીના સમયની છે જ્યારે પંજાબ સરકાર તરફથી ખોલવામાં આવેલી લોટરી ડ્રોમાં તેનો લોટરી નંબર B-943117ને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. ઇનામની રકમ 1.5 કરોડ રૂપિયા હતી.

30 ટેક્સ કમાઈને આવશે રકમ

આ રકમ પર 30 ટકાનો ટેક્સ છે, દિવાળી બંપરનો વિજેતા બન્યા બાદ નઝીર પંજાબમાં સેલિબ્રેટી બની ગયો છે. લોકો તેની સાથે ફોટા પડાવે છે તો કોઇ તેનાથી મદદથી અપીલ કરે છે. પંજાબ સરકારે લોટરીની જાહેરાતમાં તેની તસવીરનો યુઝ કરવા માંગે છે. પંજાબ સરકાર તરફથી ચલાવવામાં આવતી બંપર લોટરી સ્કીમ હેઠળ લોટરી ખરીદનાર બિહાર તથા ઉત્તર પ્રદેશના કામદારોની સંખ્યા સૌથી વધારે છે.

વેચવાવાળો પાછળ પડી જતા ખરીદી

નઝીરે આ ટિકિટ માનસાના લોટરી વેચનાર તરસેમ શર્મા પાસેથી ખરીદી હતી. વ્યવસાયથી મહંત તથા ગાયક નઝીર ખાન પર દિવાળીના દિવસે લક્ષ્મીની કૃપા થઇ હતી. પંજાબ સરકારની દિવાળી બંપર ટિકિટમાં તેને 1.5 કરોડ રૂપિયાનું પહેલું ઇનામ લાગ્યું હતું.

દિવાળીથી પાંચ દિવસ પહેલા જ ખરીદી હતી ટિકિટ

દિવાળીના અંદાજિત 5 દિવસ પહેલા જ નઝીરે માનસાના શહીદ ઉઘમ સિંહ ટેક્સી સ્ટેંડમાં પોતાની ગાડી લઇને ઉભો હતો ત્યારે તેની પાસે ટિકિટ વેચવા માટે એક લોટરીવાળો આવ્યો અને તેને ટિકિટ ખરીદવા માટે કહ્યું. પહેલા તો તેણે ના પાડી દીધી, પરંતુ પછી મન થયું તો લોટરીની ટિકિટ ખરીદી લીધી.

તમે પણ બની શકો છો કરોડપતિ

પંજાબ સરકાર વર્ષમાં 4વાર બંપર લકી ડ્રો નીકાળે છે. આ લકી ડ્રો દિન્દૂઓના ચાર ખાસ તહેવાર નવા વર્ષે, વૈશાખી, રક્ષાબંધન અને દિવાળી પર નીકાળવામાં આવે છે. આ તહેવારો પર લોકોની પાસે કરોડપતિ બનવાનો અવસર હોય છે. પહેલા ઇનામની રકમ 1.5 કરોડ રૂપિયા છે. લકી ડ્રો વિજેતાની પસંદગી IAS અને IPS અધિકારોઓની ઉપસ્થિતિમાં લોકોની સામે થાય છે.

Go to Source
Author: