આધારનો ડેટા કરાવી શકાશે ડિલીટ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આધાર એક્ટમાં એક સંશોધનને ફાઈનલ કરવાના આખરી તબક્કામાં છે. તે અંતર્ગત બધા આધાર ધારકોને પોતાનો આધાર સરેન્ડર કરવાનો વિકલ્પ મળી જશે. આધાર સરેન્ડર કરવાની સ્થિતિમાં આધાર ધારકનો બાયોમેટ્રિક અને ડેટા સહિત આધાર નંબર ડિલીટ કરી દેવાશે. સપ્ટેમ્બરમાં આધારને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલાનું પાલન કરવા આ સંશોધન કરવામાં આવી રહ્યું છે. જોકે, કેટલાક મામલામાં આધારની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ 57ને રદ કરી દીધી હતી, જે ખાનગી સંસ્થાઓને વેરિફિકેશન માટે આધાર નંબરનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે બેંક ખાતું ખોલવા અને મોબાઈલના સિમ કાર્ડ માટે તે ફરજિયાત ન કરવામાં આવે.

બાળકને 18 વર્ષ બાદ મળશે 6 મહિનાનો સમય

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ‘શરૂઆતી પ્રસ્તાવ યૂનિક આઈટેન્ડિફિકેશન ઑથોરિટ ઑફ ઈન્ડિયા(UIDAI) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આમાં કહેવામાં આવ્યું છે કે, એકવાર બાળક જ્યારે 18 વર્ષનું થઈ જશે ત્યારે તેને નક્કી કરવા માટે છ મહીનાનો સમય આપવામાં આવે છે કે, તેને આધાર સરેન્ડર કરવા ઈચ્છે છે. આ પ્રસ્તાવ કાયદા મંત્રાલયને પુન: નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.’ અધિકારીએ કહ્યું કે, ‘મંત્રાલયે આગળ ભલામણ કરી કે, તમામ નાગરિકોને આધાર પરત લેવાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવે અને આના કોઈપણ સમૂહ સુધી મર્યાદિત રાખવામાં ન આવે.’ જોકે, આ પ્રસ્તાવને મંત્રીમંડળને પહોંચાડવામાં આવશે, જેનાથી માત્ર તે લોકોને ફાયદો મળવાની શક્યતા છે જેમની પાસે પાન કાર્ડ નથી અથવા જેમને તેની તેની જરૂર નથી કારણ કે, કોર્ટે આધાર સાથે પાનના લિંકિંગને યથાવત રાખ્યું હતું.

આટલા પાન કાર્ડ સાથે લિંક કરાયું આધાર

12 માર્ચ 2018 સુધી 37.50 કરોડ પાન કાર્ડ રજૂ કરવામાં આવ્યા છે. આમાંથી લોકોને ઈશ્યુ કરવામાં આવેલા પાન કાર્ડની સંખ્યા 36.54 કરોડથી વધુ હતી, જેમાંથી 16.84 કરોડ પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ ચૂક્યા છે. કોર્ટના આદેશ અનુસાર, પ્રસ્તાવ એ નક્કી કરવા માટે એક નિર્વાચન અધિકારી નિયુક્ત કરવા માગે છે કે, રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઈ વ્યક્તિના આધાર સંબંધિત ડેટાનો ખુલાસો કરવામાં આવશે નહીં. કોર્ટને કલમ 33(2)ને પણ ખતમ કરી દીધી છે, જેને સંયુક્ત સચિવ અથવા તેમનાથી ઉપરના અધિકારીના આદેશ પર રાષ્ટ્રીય સુરક્ષા કારણો માટે આધાર જાણકારીનો ખુલાસો કરવાની પરવાનગી આપી હતી.

Go to Source
Author: